Tuesday, 11 March 2025

ઉપાયપૂર્વક યોગ પ્રાપ્ત થઈ શકે છે


असंयतात्मना योगो दुष्प्राप इति मे मति: |
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायत: ||
भा.गी. 6.36

જેનું મન સર્વથા વશમાં નથી એવા માણસ દ્વારા
યોગ દુષ્પ્રાપ્ય એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે પરંતુ
ઉપાયપૂર્વક પ્રયત્નશીલ માણસ દ્વારા તથા જેણે
મનને વશ કર્યું છે એવા સાધકને યોગ પ્રાપ્ત થઈ
શકે છે, આવો મારો મત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 10 March 2025

અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય


श्रीभगवानुवाच |
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् |
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ||
भा.गी. 6.35

શ્રીભગવાન બોલ્યા:-
હે મહાબાહો ! આ મન ઘણું ચંચળ છે તેમજ
મુશ્કેલીથી વશ થનારું છે, આ તારું કહેવું બિલકુલ
બરાબર છે. છતાં પણ હે કુંતીપુત્ર ! એ અભ્યાસ અને
વૈરાગ્ય વડે વશમાં થાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 8 March 2025

ચંચળ, પ્રમથન સ્વભાવનું, જિદ્દી અને બળવાન


चञ्चलं हि मन: कृष्ण प्रमाथि बलवद्दृढम् |
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् ||
भा.गी. 6.34

કેમ કે હે શ્રીકૃષ્ણ ! મન ઘણું જ ચંચળ, પ્રમથન
સ્વભાવનું (સ્થિતિથી વિચલિત કરવા વાળું), જિદ્દી
અને બળવાન છે. એને વશમાં કરવાનું હું આકાશમાં
રહેલા વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 7 March 2025

ચંચળ મન હોવાને લીધે


अर्जुन उवाच |
योऽयं योगस्त्वया प्रोक्त: साम्येन मधुसूदन |
एतस्याहं न पश्यामि चञ्चलत्वात्स्थितिं स्थिराम् ||
भा.गी. 6.33

અર્જુન બોલ્યા-
હે મધુસૂદન ! આપે સમભાવે જે આ યોગ કહ્યો
છે, મન ચંચળ હોવાને લીધે હું આ યોગની નિત્ય
સ્થિતિને નથી જોતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 6 March 2025

પરમ શ્રેષ્ઠ યોગી


आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन |
सुखं वा यदि वा दु:खं स योगी परमो मत: ||
भा.गी. 6.32

હે અર્જુન! જે ભક્ત પોતાના શરીરની ઉપમાથી બધી
જગ્યાએ મને સમાન જુએ છે અને સુખ અથવા દુઃખનેય
બધામાં સમ જુએ છે, તે પરમ શ્રેષ્ઠ યોગી માનવામાં આવે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 5 March 2025

નિત્ય નિરંતર મારામાં જ સ્થિત


सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थित: |
सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ||
भा.गी. 6.31

મારામાં એકાત્મભાવથી સ્થિત થઈને જે ભક્તિયોગી
સર્વ ભૂતોમાં રહેલા મારું ભજન કરે છે, તે સર્વ રીતે
વર્તતો હોવા છતાં પણ મારામાં જ વર્તાવ કરી રહ્યો
છે અર્થાત્ તે નિત્ય નિરંતર મારામાં જ સ્થિત છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 4 March 2025

ભક્તને માટે હું અદ્રશ્ય નથી


यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति |
तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ||
भा.गी. 6.30

જે ભક્ત સઘળાં ભૂતોમાં મને જુએ છે અને મારામાં
સઘળાં ભૂતોને જુએ છે, એને માટે હું અદ્રશ્ય નથી
થતો અને તે ભક્ત મારે માટે અદ્રશ્ય નથી થતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 3 March 2025

સર્વભૂતોને પોતાના સ્વરૂપમાં જુએ


सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि |
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शन: ||
भा.गी. 6.29

બધી જગ્યાએ પોતાના સ્વરૂપને જોનારો અને
ધ્યાનયોગથી યુક્ત અંતઃકરણવાળો સાંખ્યયોગી
પોતાના સ્વરૂપને સર્વભૂતોમાં સ્થિત જુએ છે.અને
સર્વભૂતોને પોતાના સ્વરૂપમાં જુએ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 1 March 2025

અનંત સુખનો અનુભવ


युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मष: |
सुखेन ब्रह्मसंस्पर्शमत्यन्तं सुखमश्नुते ||
भा.गी. 6.28

આ પ્રમાણે પોતે-પોતાને નિરંતર પરમાત્મામાં
જોડતો રહીને નિષ્પાપ યોગી સુખપૂર્વક બ્રહ્મ
પ્રાપ્તિરૂપ અનંત સુખનો અનુભવ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//