Friday, 10 January 2025

સ્વભાવ જ બધુ સર્જન કરે છે


न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभु: |
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ||
भा.गी. 5.14

પરમેશ્વર માણસોના ન કર્તાપણાને, ન કર્મોને
કે ન તો કર્મફળના સંયોગને સર્જે છે; પણ સ્વભાવ
જ બધુ સર્જન કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 9 January 2025

આનંદપૂર્વક પોતાના સ્વરૂપમાં સ્થિત


सर्वकर्माणि मनसा संन्यस्यास्ते सुखं वशी |
नवद्वारे पुरे देही नैव कुर्वन्न कारयन् ||
भा.गी. 5.13

જેની ઇન્દ્રિયો અને મન વશમાં છે, એવો દેહધારી
પુરુષ નવ દ્વારોના શરીરરૂપી પુરમાં સઘળાંય કર્મોને
વિવેકપૂર્વક અને મનથી ત્યજીને નિઃસંદેહ ન કરતો રહીને
અને ન કરાવતો રહીને આનંદપૂર્વક પોતાના સ્વરૂપમાં
સ્થિત રહે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 8 January 2025

કર્મોના ફળને ત્યજીને નૈષ્ઠિકી શાંતિ પ્રાપ્ત કરે છે


युक्त: कर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् |
अयुक्त: कामकारेण फले सक्तो निबध्यते ||
भा.गी. 5.12

કર્મયોગી કર્મોના ફળને ત્યજીને નૈષ્ઠિકી શાંતિ
પ્રાપ્ત કરે છે. પરંતુ સકામ માણસ કામનાને
કારણે ફળમાં આસક્ત થઈને બંધાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 7 January 2025

કર્મયોગી કેવળ અંતઃકરણની શુદ્ધિ માટે જ કર્મ કરે


कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि |
योगिन: कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वात्मशुद्धये ||
भा.गी. 5.11

કર્મયોગી આસક્તિ ત્યજીને મમત્વભાવ રાખ્યા
વિના કેવળ ઇન્દ્રિયો, શરીર મન અને બુદ્ધિ દ્વારા
અંતઃકરણની શુદ્ધિ માટે જ કર્મ કરે છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 6 January 2025

પાપથી લેપાતો નથી


ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति य: |
लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा ||
भा.गी. 5.10

જે ભક્તિયોગી બધાં કર્મોને પરમાત્મામાં અર્પીને
તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે, એ માણસ
જળથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday, 4 January 2025

તત્ત્વને જાણનારો સાંખ્યયોગી પોતે કશું જ પણ નથી કરી રહ્યો


नैव किञ्चित्करोमीति युक्तो मन्येत तत्त्ववित् | पश्यञ्शृण्वन्स्पृशञ्जिघ्रन्नश्नन्गच्छन्स्वपञ्श्वसन् || 8||
प्रलपन्विसृजन्गृह्ण्न्नुन्मिषन्निमिषन्नपि | इन्द्रियाणीन्द्रियार्थेषु वर्तन्त इति धारयन् || 9||
भा.गी. 5.8-9

તત્ત્વને જાણનારો સાંખ્યયોગી જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો,
ગ્રહણ કરતો, બોલતો, મળ-મૂત્રનો ત્યાગ કરતો, ઊંઘતો, શ્વાસ લેતો તથા આખો ઉઘાડતો
અને મીંચતો હોવા છતાં પણ સર્વ "ઇન્દ્રિયો પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી
રહી છે"-એમ સમજીને હું પોતે કશું જ પણ નથી કરી રહ્યો-એમ માને.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday, 3 January 2025

ઇન્દ્રિયો વશ, અંતઃકરણ વિશુદ્ધ, શરીર પોતાને વશ અને સઘળા પ્રાણીઓનો આત્મા જ જેનો આત્મા


योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रिय: |
सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते ||
भा.गी. 5.7

જેની ઇન્દ્રિયો પોતાને વશ છે, જેનું અંતઃકરણ
વિશુદ્ધ છે, જેનું શરીર પોતાને વશ છે અને સઘળા
પ્રાણીઓનો આત્મા જ જેનો આત્મા છે, એવો કર્મયોગી
કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday, 2 January 2025

કર્મયોગ વિના સાંખ્યયોગ સિદ્ધ થવો મુશ્કેલ છે


संन्यासस्तु महाबाहो दु:खमाप्तुमयोगत: |
योगयुक्तो मुनिर्ब्रह्म नचिरेणाधिगच्छति ||
भा.गी. 5.6

પરંતુ હે મહાબાહો ! કર્મયોગ વિના સાંખ્યયોગ
સિદ્ધ થવો મુશ્કેલ છે. મનનશીલ કર્મયોગી વિના
વિલંબે પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday, 1 January 2025

સાંખ્યયોગ-કર્મયોગને ફળરૂપે એક જુએ છે તે જ યથાર્થ જુએ છે


यत्साङ्ख्यै: प्राप्यते स्थानं तद्योगैरपि गम्यते |
एकं साङ्ख्यं च योगं च य: पश्यति स पश्यति ||
भा.गी. 5.5

સાંખ્યયોગીઓ વડે જે તત્ત્વ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ
વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે. આથી જે માણસ
સાંખ્યયોગ અને કર્મયોગને ફળરૂપે એક જુએ છે તે જ
યથાર્થ જુએ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//