Wednesday, 4 December 2024

પાત્રો, દ્રવ્ય, ક્રિયા તથા ફળ પણ બ્રહ્મ જ છે


ब्रह्मार्पणं ब्रह्म हविर्ब्रह्माग्नौ ब्रह्मणा हुतम् |
ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना ||
भा.गी. 4.24

અર્પણ એટલે જેના વડે અર્પણ કરાય છે તે
સ્ત્રુક્-સ્ત્રુવા આદિ પાત્રો પણ બ્રહ્મ છે, હવન
કરવા માટેનું દ્રવ્ય (તલ,જવ,ઘી વગેરે) પણ
બ્રહ્મ છે તથા બ્રહ્મરૂપી હોતા દ્વારા બ્રહ્મરૂપી
અગ્નિમાં હોમવારૂપી ક્રિયા પણ બ્રહ્મ છે, આવો
યજ્ઞ કરનારા જે મનુષ્યની બ્રહ્મમાં જ કર્મ-સમાધિ
થઈ ગઈ છે, તેના દ્વારા મળવા પાત્ર ફળ પણ બ્રહ્મ જ છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday, 3 December 2024

કેવળ યજ્ઞને અર્થે કર્મ કરનાર


गतसङ्गस्य मुक्तस्य ज्ञानावस्थितचेतस: |
यज्ञायाचरत: कर्म समग्रं प्रविलीयते ||
भा.गी. 4.23

જેની આસક્તિ સર્વથા નાશ પામી ચુકી
છે, જે મુક્ત થઈ ગયો છે, જેની બુદ્ધિ
સ્વરૂપના જ્ઞાનમાં સ્થિત છે, એવા કેવળ
યજ્ઞને અર્થે કર્મ કરનાર મનુષ્યનાં સમસ્ત
કર્મો નષ્ટ થઈ જાય છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday, 2 December 2024

આપમેળે મળેલામાં જે સદાય સંતુષ્ટ રહે


यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सर: |
सम: सिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते ||
भा.गी. 4.22

ઈચ્છા વિના આપમેળે મળેલા પદાર્થમાં જે સદાય
સંતુષ્ટ રહે છે અને અદેખાઇનો જેનામાં સર્વ રીતે
અભાવ થઈ ગયો છે, દ્વંદોથી રહિત તથા સિદ્ધિ
તથા અસિધ્ધિમાં સમ છે તે કર્મ કરતો હોવા છતાં
પણ કર્મોથી નથી બંધાતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//