Wednesday 13 November 2024

બધા જન્મોને હું જાણું છું


श्रीभगवानुवाच |
बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन |
तान्यहं वेद सर्वाणि न त्वं वेत्थ परन्तप ||
भा.गी. 4.5

શ્રીભગવાન બોલ્યા:- હે પરંતપ ! અર્જુન !
મારા અને તારા ઘણા બધા જન્મો થઇ ચુક્યા
છે. તે બધાને હું જાણું છું. પરંતુ તું નથી જાણતો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday 12 November 2024

આપનો જન્મ અર્વાચીન છે


अर्जुन उवाच |
अपरं भवतो जन्म परं जन्म विवस्वत: |
कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति ||
भा.गी. 4.4

અર્જુન બોલ્યા:- આપનો જન્મ તો અર્વાચીન છે,
જયારે સૂર્યનો જન્મ તો ઘણો પહેલાનો છે; તેથી
તમે જ કલ્પના આરંભે સૂર્યને આ યોગ કહ્યો હતો
એ વાત હું કેમ સમજું?

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday 11 November 2024

પરમ રહસ્ય


स एवायं मया तेऽद्य योग: प्रोक्त: पुरातन: |
भक्तोऽसि मे सखा चेति रहस्यं ह्येतदुत्तमम् ||
भा.गी. 4.3

તે જ પ્રાચીન યોગનું જ્ઞાન કે જે પરમ રહસ્ય છે, તે હું
આજે તારી સમક્ષ પ્રગટ કરી રહ્યો છું, કારણ કે તું મારો
મિત્ર પણ છે અને ભક્ત પણ છે, જે આ દિવ્ય જ્ઞાનને સમજી શકે એમ છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Saturday 9 November 2024

પરંપરાથી પ્રાપ્ત યોગ


एवं परम्पराप्राप्तमिमं राजर्षयो विदु: |
स कालेनेह महता योगो नष्ट: परन्तप ||
भा.गी. 4.2

હે પરંતપ ! આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને
રાજર્ષિઓએ જાણ્યો પરંતુ ઘણો સમય વીતી
જવાથી તે યોગ આ પૃથ્વીલોકમાં લુપ્તપ્રાય થઇ ગયો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Friday 8 November 2024

અવિનાશી કર્મયોગ સૂર્યને કહ્યો હતો


श्रीभगवानुवाच 
इमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययम् |
विवस्वान्मनवे प्राह मनुरिक्ष्वाकवेऽब्रवीत् ||
भा.गी. 4.1

શ્રીભગવાન બોલ્યા-મેં આ અવિનાશી
કર્મયોગ સૂર્યને કહ્યો હતો પછી સૂર્યે પોતાના
પુત્ર વૈવસ્વત મનુને કહ્યો અને મનુએ પોતાના
પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યો.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Thursday 7 November 2024

પ્રચંડ શત્રુને મારી નાખો


इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्य: परं मन: | मनसस्तु परा बुद्धिर्यो बुद्धे: परतस्तु स: ||
एवं बुद्धे: परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना | जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् ||
भा.गी. 3.42-43


ઇન્દ્રિયો સ્થૂળ શરીર કરતાં ચડિયાતી છે અને ઇન્દ્રિયો કરતાં મન ચડિયાતું
છે, મનની પેલે પાર બુદ્ધિ છે અને બુદ્ધિથી પણ આગળ આત્મા છે.
આ રીતે આત્માને ભૌતિક બુદ્ધિથી શ્રેષ્ઠ જાણીને, હે પરાક્રમી અર્જુન,
આત્માની શક્તિ દ્વારા ઇન્દ્રિયો,મન અને બુદ્ધિને વસ કરી લો અને
વાસના નામના આ પ્રચંડ શત્રુને મારી નાખો.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Wednesday 6 November 2024

કામને બળપૂર્વક હણી નાખ



तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ |
पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम् ||
भा.गी. 3.41


માટે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન ! તું સૌથી
પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને આ જ્ઞાન અને
વિજ્ઞાનનો નાશ કરનારા મહાપાપી કામને જરૂર
બળપૂર્વક હણી નાખ.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Tuesday 5 November 2024

મનુષ્યને મોહિત કરે


इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते |
एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् ||
भा.गी. 3.40


ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ સર્વ આ કામનાના
નિવાસ-સ્થાન કહેવાય છે. આ કામના આ ઇન્દ્રિય,
મન અને બુદ્ધિ દ્વારા જ્ઞાનને ઢાંકી દઈને દેહાભિમાની
મનુષ્યને મોહિત કરે છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//

Monday 4 November 2024

માણસનું જ્ઞાન ઢંકાયેલું છે


आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा |
कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ||
भा.गी. 3.39


હે કૌન્તેય ! આ અગ્નિની પેઠે કદી તૃપ્ત ન
થનારા અને વિવેકીઓના કામરૂપી નિત્ય
વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે.


//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//