Friday 23 August 2024

કેવળ મનુષ્યનો જ અધિકાર


                                     મનુષ્ય કર્મયોની છે. મનુષ્ય સિવાયની બીજી કોઈપણ યોની નવું 
કર્મ કરવાને માટે નથી. પશુ-પક્ષી વગેરે જંગમ અને વૃક્ષ, લતા 
વગેરે સ્થાવર પ્રાણીઓ નવા કર્મો નથી કરી શકતાં. દેવતાઓ 
વગેરેમાં નવું કર્મ કરવાનું સામર્થ્ય તો છે, પરંતુ તેઓ કેવળ અગાઉ 
કરેલાં યજ્ઞ, દાન વગેરે શુભ કર્મોનાં ફળ ભોગવવા માટે જ છે. તેઓ 
ભગવાનના વિધાન અનુસાર મનુષ્યોને માટે કર્મ કરવાની સામગ્રી 
આપી શકે છે, પરંતુ કેવળ સુખભોગમાં જ લિપ્ત રહેવાને કારણે પોતે 
નવું કર્મ નથી કરી શકતા. નારકીય જીવો પણ ભોગયોની હોવાને 
કારણે પોતાનાં દુષ્કર્મોનાં ફળ ભોગવે છે, નવું કર્મ નથી કરી શકતા.

નવું કર્મ કરવામાં તો કેવળ મનુષ્યનો જ અધિકાર છે. ભગવાને સેવા 
રૂપી નવું કર્મ કરીને કેવળ પોતાનો ઉદ્ધાર કરવા માટે જ આ અંતિમ 
મનુષ્યજન્મ આપ્યો છે. જો એ કર્મોને પોતાને માટે કરશે તો બંધનમાં 
પડી જશે, અને જો કર્મોને નહિ કરીને આળસ-પ્રમાદમાં  પડ્યો રહેશે 
તો વારંવાર જન્મતો-મરતો રહેશે. આથી ભગવાન કહે છે કે તારો કેવળ 
સેવારૂપી કર્તવ્યકર્મ કરવામાં જ અધિકાર છે.

//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे 
हरे राम हरे राम राम राम हरे हरे//

 

0 comments:

Post a Comment