કપિલ ભગવાન કહે છે - ઈશ્વરથી વિખુટા પડેલા જીવને સુખ નથી.
પરમાત્માથી જે વિમુખ છે તે સંસારમાં રખડતો જ રહે છે. જે પરમાત્મા
સાથે પ્રેમ કરતો નથી, તે ભલે સુખી દેખાય પણ તેને અંદરથી શાંતિ નથી.
જે ઈશ્વરને ભુલ્યો છે, તે ભૌતિક સુખ ભલે ભોગવે, પણ તેને અંદરની શાંતિ
મળતી નથી. વૃદ્ધાવસ્થામાં આ શરીર ઘરડું બને છે પણ મન અને બુદ્ધિ તો
જુવાન રહે છે. જુવાનીમાં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન કરે છે. મન
ભગવાનનું ચિંતન કરતું નથી. વૃદ્ધાવસ્થામાં દુઃખ ભોગવવું પડે છે કોઈ સેવા
કરતું નથી. વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થવા છતાં સત્સંગ અને ભજન ન કરે
તો મન અને જીભ જુવાન બને છે. સારું સારું ખાવાનું મન થાય. વૃદ્ધાવસ્થામાં
લૂલી બહુ પજવે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment