ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના એક મહાન આચાર્ય શ્રીલ નરોત્તમ દાસ ઠાકુર તીર્થસ્થાનોની યાત્રાએ
જવાની સલાહ આપતા નથી. તેઓ તેને ઠેકાણેથી બીજે જવાનો પરિશ્રમમાત્ર ગણે છે, પરંતુ તેઓ
કહે છે કે જે બુદ્ધિશાળી મનુષ્ય છે તે ભગવાન ગોવિંદના ચરણકમળનો આશ્રય લઇ શકે અને તે
દ્વારા આવી તીર્થયાત્રાના ફળરૂપ શુદ્ધિ આપોઆપ પ્રાપ્ત કરી શકે છે.
ભગવાન અથવા તેમના શુદ્ધ ભક્ત વસવાટ કરે તે સ્થળ તીર્થસ્થાન બની જાય છે. બીજા શબ્દોમાં,
ભગવાનની સેવામાં સો ટકા તલ્લીન થયેલો આવો શુદ્ધ ભક્ત વિશ્વના ગમે તે ભાગમાં રહી શકે, અને
વિશ્વના તે ભાગ તરત જ પવિત્ર સ્થળ બની જાય છે.ત્યાં તે ભગવદ્દ ઇચ્છાનુસાર ભગવાનની સેવા
સુખશાંતિપૂર્વક કરી શકે છે.
//हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे
हरे राम हरे राम राम राम हरे हरे//
0 comments:
Post a Comment