ભગવદ્દ ગીતા માં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, મારું આ વિશ્વરૂપ
તારા સિવાય બીજા કોઈથી જોઈ શકાય તેમ નથી અને ભવિષ્યમાં
કોઈ જોઈ શકશે નહી. તો કેમ માત્ર અર્જુન જ જોઈ શકે એનો જવાબ
છે કે અર્જુન એટલે અનુરાગ.
અનુરાગ વગર નો મનુષ્ય ન કદી જોઈ શક્યો છે, ન ભવિષ્યમાં કદી જોઈ
શકશે. તમામ દિશાએથી મનને પાછું વાળીને એકમાત્ર ઇષ્ટમાં રાગ રાખવો
એ જ અનુરાગ છે. અનુરાગી માટે પ્રાપ્તિનું આ જ વિધાન છે.
//હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે//
0 comments:
Post a Comment