શ્રીમદ્દ ભગવદ્દગીતામાં ફળ માટે કાર્ય કરનાર માણસને મૂઢ અથવા મૂર્ખ
તરીકે વર્ણવ્યા છે. આવા મૂર્ખ જીવો થોડાક ક્ષણિક લાભના બદલામાં
શાશ્વત બંધનમાં પડવું પડતું હોય એવાં કાર્ય કરવાને અતિ ઉત્સાહી હોય
છે. વ્યક્તિ અગર આખી જિંદગી વૈતરું કરી પોતાનાં બાળકો માટે પાછળ
ઘણી મૂડી મૂકી જવાને શક્તિમાન બને તો પોતાની જાતને ખુબ હોશિયાર
માને છે. અને આ રીતે આ ક્ષણિક લાભ પ્રાપ્ત કરવા તે બધી જ પાપી પ્રવૃતિઓ
આચરવાનું જોખમ પણ ખેડે છે. પણ તેને એ જ્ઞાન નથી હોતું કે આવી પ્રવૃતિઓ
તેને શાશ્વત કાળ માટે ભૌતિક બંધનની બેડીઓથી જકડાયેલી રાખે છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment