Saturday, 30 September 2023

દિવ્ય લીલામય પ્રવૃત્તિ


अजस्य जन्मोत्पथनाशनाय कर्माण्यकर्तुर्ग्रहणाय पुंसाम् । 
नन्वन्यथा कोऽर्हति देहयोगं परो गुणानामुत कर्मतन्त्रम् ॥

ભગવાનનો અવતાર દુષ્ટોના સંહાર માટે છે. તેમની બધી 
પ્રવૃત્તિઓ દિવ્ય લીલામય છે. સામાન્ય જનતાને બોધ આપવા
માટે તેઓ લીલા કરે છે. નહિતર ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોથી
જે પર છે તે પરમેશ્વર પ્રભુના પૃથ્વી પર અવતીર્ણ થવાથી શો હેતુ સરે?

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday, 29 September 2023

જાત્રા


જાત્રા કરનારની પ્રથમ અને સૌથી વધુ મહત્વની ફરજ 
પરમેશ્વર શ્રીહરિને પ્રસન્ન કરવાની છે. યાત્રીએ યાત્રા 
દરમિયાન સમાજ ને પ્રસન્ન કરવાની ચિંતા ન સેવવી જોઈએ.
તેણે સામાજિક શિષ્ટાચાર, વ્યવસાય કે પોશાક પર આધાર 
રાખવાની પણ આવશ્યકતા નથી. વ્યક્તિએ ઈશ્વરને પ્રસન્ન 
કરવા સદા ક્રિયાશીલ રહેવું જોઈએ. આ રીતે યાત્રા ની વિધિ 
દ્વારા યાત્રી આચારવિચારને પવિત્ર કરી પરમેશ્વરને પ્રસન્ન 
કરી શકે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।  


 

Thursday, 28 September 2023

શ્રીકૃષ્ણને પ્રાપ્ત કરીશ


मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु । 
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायणः ॥ 

શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે કે, તારા મનને મારા નિત્ય
ચિંતનમાં પરોવી દે, મારો ભક્ત થા, મને નમસ્કાર કર
અને મારી જ પૂજા કર. એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય
થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 27 September 2023

અહંકારથી ભ્રમિત


                                                                    प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः ।
                                                                    अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥

                                                                    ખોટા અહંકારના પ્રભાવથી ભ્રમિત થયેલો 
                                                                    આત્મા પોતાને ભૌતિક પ્રકૃતિના ત્રણ પ્રકારો 
                                                                    દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓનો કર્તા માને છે.

                                                                        ।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
                                                                           હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Tuesday, 26 September 2023

શંભુને પ્રાપ્ત કરે છે


क्षीरं यथा दधि विकारविशेषयोगात् सञ्जायते न हि ततः पृथगस्ति हेतोः। 
यः शम्भुतामपि तथा समुपैति कार्याद् गोविन्दमादिपुरुषं तमहं भजामि ।।

હું ભગવાનના મૂળ વ્યક્તિત્વ ગોવિંદની પૂજા કરું છું, જેઓ તેમના કાર્યથી
ભગવાન શંભુને પણ પ્રાપ્ત કરે છે. જેમ દૂધમાં આંબલી નાખવાથી દહીંમાં ફેરવાય
છે; ત્યારે દહીંની અસર તેના સ્ત્રોત દૂધની સમાન કે વિપરીત નથી, તે જ રીતે હું ભગવાન
ગોવિંદની પૂજા કરું છું જે વિનાશનું કાર્ય કરવા માટે પોતાને શંભુમાં પરિવર્તિત કરે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Monday, 25 September 2023

ગોવર્ધન પર્વત ભગવાનથી અવિભાજ્ય છે


हन्तायमद्रिरबला हरिदासवर्यो यद्रामकृष्णचरणस्पर्शप्रमोदः ।
मानं तनोति सहगोगणयोस्तयोर्यत् पानीयसूयवसकन्दरकन्दमूलैः ।।


ગોવર્ધન પર્વત ભગવાન હરિના તમામ ભક્તોમાં શ્રેષ્ઠ છે. આ પર્વત, 
તેની ગુફાઓ, ફળો, ફૂલો, શાકભાજી, ઠંડુ પાણી અને નરમ ઘાસ દ્વારા
ભગવાન કૃષ્ણ અને બલરામ અને તેમની ગાયો, વાછરડાઓ અને ગોવાળિયાઓની
તમામ જરૂરિયાતો પૂરી કરે છે. આ ભેટો દ્વારા, ગોવર્ધન ભગવાન કૃષ્ણનું સન્માન કરે છે
અને કૃષ્ણ-બલરામના ચરણ કમળના સ્પર્શથી અત્યંત પ્રસન્ન અને કૃતજ્ઞતા અનુભવે છે.”
ગોવર્ધન પર્વત ભગવાનથી અવિભાજ્ય છે અને તેમના શ્રેષ્ઠ ભક્ત પણ છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Saturday, 23 September 2023

જીવન સફળ


विषय छाडिया कबे शुद्ध हबे मन |
कबे हाम हेरब श्रीवृन्दावन || 

જયારે મારુ મન સમસ્ત ભૌતિક ચિંતાઓ અને 
ઇચ્છાઓથી પુરી રીતે મુક્ત અને શુદ્ધ થઇ જશે
ત્યારે હું શ્રીવૃંદાવન અને રાધા કૃષ્ણ ના માધુર્ય પ્રેમ 
ને સમજી શકીશ. અને ત્યારે મારુ આધ્યાત્મિક 
જીવન સફળ થશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 20 September 2023

હું તેનામાં છું


                            समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रिय: |
                            ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् ||

આ સૃષ્ટિ માં ન કોઈ મને પ્રિય છે અને ન કોઈ મારો અપ્રિય છે.
પરંતુ જે મારો અનન્ય ભક્ત છે તે મારામાં છે અને હું તેનામાં છું.
તે જ એકમાત્ર પ્રિય છે. હું તેનામાં પરિપૂર્ણ થઇ રહું છું.મારામાં 
અને તેનામાં કોઈ અંતર રહેતું નથી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday, 19 September 2023

શુભ દર્શન આપો



नमो देव दामोदरानन्त विष्णो प्रसीद प्रभो दुःख जालाब्धिमग्नम् ।

कृपादृष्टि - वृष्ट्यातिदीनं बतानु गृहाणेश मामज्ञमेध्यक्षिदृश्यः ।।

હે ભગવાન, હું તમને નમન કરું છું. હે દામોદર! હે અનંત! હે વિષ્ણુ! હે નાથ!
હે ભગવાન, કૃપા કરીને મારા પર પ્રસન્ન થાઓ. મારી ઉપર તમારી દયાળુ નજર 
નાખો અને દુન્યવી દુઃખોના મહાસાગરમાં ડૂબી ગયેલા આ ગરીબ માણસને બચાવો 
અને મારી સમક્ષ પ્રગટ થઈને શુભ દર્શન આપો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Monday, 18 September 2023

દુ:ખને ધોઈ નાખે


यानि यानीह रूपाणि क्रीडनार्थं बिभर्षि हि । 
तैरामृष्टशुचो लोका मुदा गायन्ति ते यशः।।

તમે તમારા મનોરંજનનો આનંદ માણવા માટે 
આ જગતમાં વિવિધ સ્વરૂપોમાં પ્રગટ થાવ છો,
અને આ અવતારો આનંદથી તમારા ગુણગાન 
ગાનારાઓના બધા દુ:ખને ધોઈ નાખે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Saturday, 16 September 2023

અમને શુદ્ધ કરો


चिदानन्दभानोः सदानन्दसूनोःपरप्रेमपात्री द्रवब्रह्मगात्री ।
अघानां लवित्री जगत्क्षेमधात्री पवित्रीक्रियान्नो वपुर्मित्रपुत्री ।।

"હે યમુના નદી! તમે નંદ મહારાજના પુત્રને હંમેશા દિવ્ય આનંદ પ્રદાન કરો છો. તમારું પાણી 
આધ્યાત્મિક જગત ના પાણીથી અવિભાજ્ય છે કારણ કે તમે આ જીવનમાં કરેલા અમારા 
તમામ ગુનાઓ અને પાપોનો નાશ કરી શકો છો. તમે બધા સારા કાર્યોની માતા છો. 
હે સૂર્ય પુત્રી! કૃપા કરીને તમારા પવિત્ર કાર્યોથી અમને શુદ્ધ કરો.


।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Friday, 15 September 2023

ધરતી નો સ્પર્શ


બ્રહ્માંડ પુરાણ માં કહ્યું છે કે ત્રણે લોક ના તીર્થસ્થળો ની યાત્રા 
કરવાથી જે લાભ મળે તે માત્ર મથુરા ની પાવન ધરતી નો સ્પર્શ 
કરવા માત્રથી મળી શકે છે.મથુરાની ધરતી ને જોવા માત્રથી 
મનુષ્યના પાપો નો ભંડાર નષ્ટ થઇ જાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Thursday, 14 September 2023

મૂળ વૃંદાવનની પ્રતિકૃતિ


“જ્યારે શ્રી કૃષ્ણ આ ધરતી પર અવતાર લે છે, ત્યારે આ વૃંદાવન પણ 
તેમની સાથે મધુવન, તાલમાં આવી જ રીતે આવે છે, જેમ કોઈ રાજાનો
મંડળ તેમની સાથે ચાલે છે. વૃંદાવન પોતે ભૌતિક જગતની બહાર છે. એટલા
માટે ભારતમાં ભક્તો વૃંદાવનમાં આશ્રય લે છે કારણ કે તે મૂળ વૃંદાવનની અલૌકિક
પ્રતિકૃતિ માનવામાં આવે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।   


 

Wednesday, 13 September 2023

સર્વ દુઃખોમાંથી મુક્ત


મનુષ્ય  શ્રીવિષ્ણુનાં સહસ્ત્ર નામ વડે જગતના સ્વામી,
દેવોના દેવ, અને અંત રહિત એવા પુરુષોત્તમ શ્રીવિષ્ણુ ભગવાનની જ 
સ્તુતિ વડે સર્વ દુઃખોમાંથી મુક્ત થાય છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

 

Tuesday, 12 September 2023

સર્વ તપ, યજ્ઞ કે કર્મકાંડના ફળની સિદ્ધિ


यस्य स्मृत्या च नामोक्त्या तपोयज्ञक्रियादीषु |
नूनं सम्पूर्णतामेति सद्यो वन्दे तमच्युतम् ||

"તે અચ્યુત ભગવાનને હું પ્રણામ કરું છું, કારણ કે તેમનું માત્ર 
સ્મરણ કરવાથી કે માત્ર તેમના નામનો પવિત્ર ઉચ્ચાર કરવાથી 
મનુષ્યને સર્વ તપ, યજ્ઞ કે કર્મકાંડના ફળની સિદ્ધિ પ્રાપ્ત થઇ જાય 
છે, અને આ માર્ગનું સર્વત્ર અનુસરણ થઇ શકે છે." એવી શાસ્ત્રાજ્ઞા છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Monday, 11 September 2023

બુદ્ધિના સાક્ષી


कृषिर्भूवाचकः शब्दो नश्च निर्वृतिवाचकः तयोरैक्यं परं ब्रह्म कृष्ण इत्यभिधीयते |
सच्चिदानन्दरूपाय कृष्णायाक्लिष्टकर्मणे नमो वेदान्तवेधाय गुरवे बुद्धिसाक्षिणे ||

 કૃષ્, શબ્દ સત્તાવાચક છે અને "ન" આનંદબોધક છે. આ બંનેની સમીપતા જ 
સચ્ચિદાનંદમય પરમેશ્વર "શ્રીકૃષ્ણ" ના નામનું પ્રતિપાદન કરે છે. અનાયાસ જ 
બધું જ કરવા શક્તિમાન સચ્ચિદાનંદમય ભાગવાન્ શ્રીકૃષ્ણ જે વેદાંત દ્વારા જાણવા 
યોગ્ય છે, તે સૌની બુદ્ધિના સાક્ષી અને સમગ્ર વિશ્વના ગુરુ છે. એવા શ્રીકૃષ્ણને 
સાદર નમસ્કાર છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Saturday, 9 September 2023

પ્રકૃતિ દ્વારા પ્રતિબંધિત


न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत्‌ ।

कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः ॥


એ વાત એકદમ નિશ્ચિત છે કે કોઈ પણ મનુષ્ય કોઈ પણ 

સમયે કોઈ પણ કાર્ય કર્યા વિના જીવી શકતો નથી.તમામ 

જીવો અને માનવ સમુદાય પ્રકૃતિ દ્વારા ક્રિયાઓ કરવા માટે 

પ્રતિબંધિત છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 

હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।   


 

Friday, 8 September 2023

પૂર્ણ સંતોષ


धौतात्मा पुरुषः कृष्णपादमूलं न मुञ्चति |
मुक्त सर्वपरिक्लेशः पान्थः स्वशरणं यथा ||

જેનું હૃદય ભક્તિયોગ દ્વારા શુદ્ધ થયેલું છે એવો ભગવદ્દભક્ત  
ભગવાન શ્રીકૃષ્ણના ચરણકમળનો આશ્રય કદી છોડી દેતો નથી,
કારણ કે કષ્ટદાયક પ્રવાસ પછી પ્રવાસીને પોતાના ઘરમાં જેમ તૃપ્તિ 
સાંપડે છે તેમ તેને પ્રભુના ચરણકમળમાં જ પૂર્ણ સંતોષ મળે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

Wednesday, 6 September 2023

પરમ લાભ આપનાર



स श्रेयसामपि विभुर्भगवान यतोडस्य भावस्वभावविहितस्य सतः प्रसिद्धिः |
देहे स्वधातुविगमेडनुविशीर्यमाळे व्योमेव तत्र पुरुषो न विशीर्यतेडजः ||
 
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સર્વ શુભ વસ્તુઓના સર્વોપરી સ્વામી છે, કારણ કે 
જીવાત્મા દ્વારા જે કાંઈ ભૌતિક અથવા આધ્યાત્મિક જીવનમાંનાં કર્મો થાય છે 
તેના ફળ આપનાર ભગવાન છે. આમ હોવાથી પરમ લાભ આપનાર તેઓ જ છે.
દરેક વ્યક્તિગત જીવાત્મા અજન્મા છે અને તેથી મહાભુતોના બનેલા શરીરના વિનાશ 
પછી પણ શરીરની અંદર રહેલા વાયુની જેમ જ જીવાત્માનું અસ્તિત્વ રહે છે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Tuesday, 5 September 2023

પ્રભુ શ્રીરામ

अस्मत्प्रसादसुमुखः कलया कलेश इक्ष्वाकुवंश अवतीर्य गुरोनिर्देशे |
तिष्ठन वनं सदयितानुज आविवेश यस्मिन् विरुध्य दशकन्धर आर्तिमाच्र्छत् ||

  બ્રહ્માંડની અંદરના તમામ જીવાત્માઓ ઉપરની તેમની નિષ્કારણ કરુણાને લીધે,
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તેમના પૂર્ણ વિસ્તારો સાથે મહારાજ ઇક્ષ્વાકુના કુળમાં તેમનાં 
અંતરંગ શક્તિ સીતાના સ્વામી પ્રભુ શ્રીરામ તરીકે પ્રગટ થયા હતા. તેમના પિતા મહારાજ
દશરથની આજ્ઞાને આધીન થઈને તેમણે વનમાં પ્રવેશ કર્યો અને તેમની પત્ની અને નાના ભાઈ 
સાથે ઘણાં વર્ષો સુધી ત્યાં વનવાસ કર્યો હતો, જે ભૌતિક રીતે ઘણો બળવાન બની ગયો હતો અને 
જેને દશ મસ્તક હતાં એવા રાવણે તેમની વિરુદ્ધ મહાઅપરાધ કર્યો હતો અને એમ થવાથી છેવટે તેનો 
નાશ કરવામાં આવ્યો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।

Monday, 4 September 2023

ભગવાન પરશુરામ


क्षत्रं क्षयाय विधिनोपभृतं महात्मा ब्रह्मध्रुगुज्जितपथं नरकार्तिलिप्सु।
उद्धन्त्यसावनिकान्तकमुग्रवीर्यस्त्री:सप्तकृत्व उरुधारपरश्वधेन ||


જેમને ક્ષત્રિયો તરીકે ઓળખવામાં આવે છે તે શાસનકર્તાઓ, નરકનું દુઃખ 
ભોગવવાની ઈચ્છાથી જયારે પરમ સત્યના સત્પથથી અવળે માર્ગે ગયા હતા,
ત્યારે ભગવાને તેમના પરશુરામ - અવતાર માં, ધરતી પરના કાંટા જેવા જણાતા
આ અનિચ્છનીય રાજાઓનો ઉચ્છેદ કર્યો હતો. આમ તેમણે તીક્ષ્ણ ધારવાળા 
મહાપરશુથી એકવીસ વાર ક્ષત્રિયોનો સંહાર કર્યો હતો.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Saturday, 2 September 2023

ભગવાન ધન્વતરી


धन्वन्तरिश्च भगवान् स्वयमेव कीर्ति र्नाम्ना नृणां पुरुरुजां रुज आशु हन्ति |
यज्ञे च भागम मृतायुर वावरुन्ध आयुष्यवेदमनुशास्त्यवतिर्य लोके ||

 ધન્વતરી અવતારમાં ભગવાન તેમના કીર્તિસ્વરૂપથી જ નિત્ય રોગી એવા જીવાત્માઓના 
રોગ બહુ ઝડપથી મટાડે છે અને માત્ર તેમના કારણે જ દેવોને દીર્ધાયુષ્ય પ્રાપ્ત થાય છે. આમ 
હોવાથી પરમ ભગવાન નિત્ય યશસ્વી બને છે. તેમણે યજ્ઞોમાંનો તેમનો ભાગ પણ મેળવ્યો 
અને વિશ્વમાં ઔષધિશાસ્ત્ર અથવા આયુર્વેદશાસ્ત્રની વિધિપૂર્વક સ્થાપના કરી.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।। 


 

Friday, 1 September 2023

વામન ભગવાન


ज्यायान् गुणैरवरजोडप्यदितेः सुतानां लोकान् विचक्रम इमान् यदथाधियज्ञः |
क्ष्मां वामनेन जगृहे त्रिपदच्छलेन याच्यामृते पथि चरन् प्रभुभिर्न चाल्यः ||


ભગવાન સર્વ પ્રાકૃતિક ગુણોથી અતીત હોવા છતાં આદિત્યો તરીકે સુપ્રસિદ્ધ એવા 
અદિતિના પુત્રોના સર્વ ગુણોને પાર કરી ગયા. અદિતિના સૌથી નાના પુત્ર તરીકે 
ભગવાન પ્રગટ થયા અને વિશ્વના તમામ ગ્રહોને પાર કર્યા, તેથી તેઓ પૂર્ણ પુરુષોત્તમ 
પરમેશ્વર છે. ત્રણ પગલાંના માપ જેટલી જમીન માગવાને બહાને તેમણે બલિ મહારાજની 
બધી ભૂમિ લઇ લીધી હતી.
તેમણે માત્ર એ કારણે જ યાચના કરી હતી કે યાચના કર્યા વિના કોઈ પણ સત્તા બીજા
કોઈના હકની સંપત્તિ લઇ શકે નહિ.    

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।