આપણું મન ભવ્ય થાય, દિવ્ય થાય તો ભગવાન આપણાથી
દૂર રહી જ ન શકે. તેથી મનને આવું બનાવવાનો પ્રયત્ન એ જ
મનની ઉપાસના છે. મન આવું શ્રેષ્ઠ કેવી રીતે બને ?
મનનો રંગ બદલવા થી એ ભવ્ય અને દિવ્ય બનશે. ઈશ્વરભક્તિ
અને પૂર્વજોનું સ્મરણ જ કેવળ મનનો રંગ બદલી શકે. આવા
મજબૂત, ભવ્ય અને દિવ્ય મનને પ્રભુ શોધતા આવે છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment