Friday, 9 June 2023

સુખ યથાસમયે આવી મળશે


तस्यैव हेतोः प्रयतेत कोविदो न लभ्यते यद्भ्रमतामुपर्यधः |
तल्लभ्यते दुःखवदन्यतः सुखं कालेन सर्वत्र गभीररंहसा ||

જે માણસો ખરેખર બુદ્ધિશાળી અને દાર્શનિક વલણવાળા હોય છે,
તેમણે બ્રહ્મલોકથી પાતાળ સુધી ભટકવા છતાંય, જેને પ્રાપ્ત કરી શકાતું 
નથી, તેવા ધ્યેય માટે જ પુરુષાર્થ કરવો જોઈએ. જ્યાં સુધી ભોગવિલાસમાંથી 
મળતો સુખનો સંબંધ છે ત્યાં સુધી, જેવી રીતે યથાકાળે આપણે ન ઇચ્છીએ તોપણ 
દુઃખ આવી મળે છે, તેવી જ રીતે સુખ પણ યથાસમયે આવી મળશે.

।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે 
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।


 

0 comments:

Post a Comment