શ્રીપાદ શંકરાચાર્યે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે મનુષ્યે ભગવાન શ્રીકૃષ્ણના
ચરણારવિંદ નો આશ્રય ગ્રહણ કરવો જોઈએ, કારણ કે ચર્ચા કર્યા કરવાથી કોઈ
લાભ થવાનો નથી. પરોક્ષ રીતે શ્રીપાદ શંકરાચાર્યે કબુલ્યું કે તેમણે વેદાંત સૂત્રોનો
પ્રભાવશાળી ભાષામાં જે ઉપદેશ આપ્યો હતો, તે માણસને મરણ સમયે ઉપયોગી
નથી થતો. મૃત્યુની અંતિમ પળે તો મનુષ્યે ગોવિંદ ના નામનો જપ કરવો જોઈએ.
લાંબા કાળ અગાઉ શુકદેવ ગોસ્વામીએ આ જ સત્યની જાણ કરી હતી કે અંતિમ
સમયે માણસે નારાયણનું સ્મરણ કરવું જોઈએ.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment