મહાત્માઓ કહે છે કે - જ્યાં બેસીને તમે પ્રભુ શ્રી રામ નું ધ્યાન કરશો ત્યાં રામજી પ્રગટ થશે.
જગતમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં રામજી વિરાજતા ન હોય, એટલે જ બધા સ્થળ રામનું
ધ્યાન કરવા માટે યોગ્ય છે. ધ્યાન કરનારો ધીરે ધીરે જગત ને ભૂલે છે. અને પછી પોતાને પણ
ભૂલી જાય છે. ત્યારે ધ્યાતા (ધ્યાન કરનાર) ,ધ્યાન અને ધ્યેય (પરમાત્મા) એક થઇ જાય છે.
જીવ,શિવ અને સૃષ્ટિ એક થઈ જાય છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment