પરમાત્મા જીવ માત્ર ના મિત્ર છે. જીવ સાથે નિસ્વાર્થ પ્રેમ કરનાર તોએક નારાયણ માત્ર છે. ગંગાજીને તરસ લાગે નહિ, અગ્નિને ટાઢ વાય નહિકે સૂર્ય ને દીવાની જરૂર પડતી નથી. તેમ આનંદમય પરમાત્માને કોઈ સુખકે આનંદ મેળવવાની ઈચ્છા થતી નથી.તેમ છતાં તે સર્વ સાથે પ્રેમ કરે છે.જગતમાં તેમના જેવો પ્રેમ કરનાર અને ઉદારકોઈ થયો નથી. પોતાનો સો ટકા ભાગ આપનાર જગતમાં તે એકમાત્ર છે.બાકીકોઈ રાજા ની ખુશામત કરો તો પાંચ પચીસ હજાર રૂપિયા કે છેવટે અડધું રાજ્યઆપશે, સર્વસ્વ નહિ. પરમાત્મા તો પોતાને શરણે આવેલાને સર્વસ્વ નું દાન કરે છે.।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરેહરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment