જેમ મનુષ્ય જીર્ણશીર્ણ જુના વસ્ત્રો નો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે, ઠીક તે જ પ્રકારે આ જીવાત્માઓ જુના શરીરોને ત્યાગીને બીજા નવા શરીરો ધારણ કરે છે. જો જીર્ણ થયા પછી જ નવા શરીરને ધારણ કરાય છે તો શિશુ કેમ મરી જાય છે? આ વસ્ત્ર તો હજી વિકસિત થવું જોઈએ. વસ્તુતઃ આ શરીર સંસ્કારો પર આધારિત છે. જયારે સંસ્કાર જીર્ણ થઈ જાય છે ત્યારે શરીર છૂટી જાય છે. જો સંસ્કાર બે દિવસના છે તો બીજા જ દિવસે શરીર જીર્ણ થઈ ગયું. એના પછી મનુષ્ય એક શ્વાસ પણ વધુ જીવી ના શકે. સંસ્કાર જ શરીર છે. આત્મા સંસ્કાર પ્રમાણે જ નવું શરીર ધારણ કરે છે.
।।હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ હરે રામ રામ રામ હરે હરે।।
0 comments:
Post a Comment