Friday, 5 December 2025

ઉત્પન્ન કરનારા, ભરણપોષણ કરનારા અને રુદ્રરૂપે સંહાર કરવાવાળા


अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् |
भूतभर्तृ च तज्ज्ञेयं ग्रसिष्णु प्रभविष्णु च ||
भ.गी. 13.16

તે પરમાત્મા સ્વયં અવિભાજિત હોવા છતાં પણ
સંપૂર્ણ પ્રાણીઓ વિભાજિત હોય એમ સ્થિત છે
તથા તે જાણવાયોગ્ય પરમાત્મા જ સંપૂર્ણ પ્રાણીઓને
ઉત્પન્ન કરનારા તથા તેમનું ભરણપોષણ કરવાવાળા અને
રુદ્રરૂપે સંહાર કરવાવાળા છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Thursday, 4 December 2025

દૂરથી પણ દૂર તથા નજીકથી નજીક પણ તે જ છે


बहिरन्तश्च भूतानामचरं चरमेव च |
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् ||
भ.गी. 13.15

તે પરમાત્મા બધા જ પ્રાણીઓની અંદર-બહાર
પૂર્ણરૂપે વ્યાપેલા છે અને ચર-અચર (પ્રાણીઓના
રૂપમાં) પણ તે જ છે. અને દૂરથી પણ દૂર તથા
નજીકથી નજીક પણ તે જ છે અને તે અત્યંત સૂક્ષ્મ
હોવાથી જાણવામાં આવી શકતા નથી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Wednesday, 3 December 2025

સંપૂર્ણ ગુણોના ભોક્તા


सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् |
असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च ||
भ.गी. 13.14

તે પરમાત્મા સઘળી ઇન્દ્રિયો વિનાના છે અને
એ સઘળી ઇન્દ્રિયોના વિષયોને પ્રકાશિત કરવાવાળા
છે; તથા આસક્તિ રહિત છે અને સર્વ સંસારનું ભરણ-
પોષણ કરવાવાળા છે અને નિર્ગુણ હોવા છતાં પણ સંપૂર્ણ
ગુણોના ભોક્તા છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Tuesday, 2 December 2025

સર્વ તરફ હાથ-પગ, નેત્રો, મસ્તકો, મુખો અને કાનવાળા


सर्वत: पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् |
सर्वत: श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ||
भ.गी. 13.13

તે પરમાત્મા સર્વ તરફ હાથ-પગવાળા સર્વ
તરફ નેત્રો, મસ્તકો અને મુખોવાળા અને સર્વ તરફ
કાનવાળા છે. તે સંસારમાં સૌને વ્યાપીને સ્થિત છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Monday, 1 December 2025

गीता जयन्ति कि आप सबको बहुत बहुत शुभकामनाए


ज्ञेयं यत्तत्प्रवक्ष्यामि यज्ज्ञात्वामृतमश्रुते |
अनादिमत्परं ब्रह्म न सत्तन्नासदुच्यते ||
भ.गी. 13.12

જે જ્ઞેય એટલે કે પૂર્વોક્ત જ્ઞાનથી જાણવા યોગ્ય
છે તે પરમાત્મતત્ત્વને હું સારી રીતે કહીશ, જેને
જાણીને મનુષ્ય અમરતાનો અનુભવ કરી લે છે.
તે જ્ઞેય-તત્ત્વ અનાદિ અને પરમ બ્રહ્મ છે. તેને ન
સત કહી શકાય છે અને ન અસત કહી શકાય છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Saturday, 29 November 2025

વિસ સાધનો જ્ઞાન છે આ બધાથી વિપરીત છે, એ અજ્ઞાન


अध्यात्मज्ञाननित्यत्वं तत्वज्ञानार्थदर्शनम् |
एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ||
भ.गी. 13.11

અધ્યાત્મજ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્ત્વજ્ઞાનના
સારરૂપે પરમાત્માનો સર્વત્ર અનુભવ કરવો. આ બધાં
એટલે કે વિસ સાધનો તો જ્ઞાન છે અને જે આ બધાથી
વિપરીત છે, એ અજ્ઞાન કહેવાયું છે.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//

Friday, 28 November 2025

અવ્યભિચારિણી ભક્તિ હોવી અને જન-સમુદાયમાં પ્રીતિ ન હોવી


मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी |
विविक्तदेशसेवित्वमरतिर्जनसंसदि ||
भ.गी. 13.10

મુજ પરમેશ્વરમાં અનન્ય યોગ દ્વારા અવ્યભિચારિણી
ભક્તિ હોવી, એકાન્ત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો
સ્વભાવ હોવો અને જન-સમુદાયમાં પ્રીતિ ન હોવી.

//हरे राम हरे राम राम राम हरे हरे
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे//